Satya Tv News

ઝડપથી વજન ઘટાડવા માટે લોકો ઘણા પ્રકારના આહારનું પાલન કરે છે, જેમાંથી કીટો ખૂબ લોકપ્રિય છે.કીટો ડાયટમાં 65 થી 70 ટકા સારી ચરબી, 20 થી 25 ટકા પ્રોટીન અને માત્ર 5 ટકા કાર્બોહાઈડ્રેટ મળી રહે તેવા પ્રમાણમાં ખોરાક લેવામાં આવે છે. કાર્બોહાઇડ્રેટ્સ એનર્જી આપવાનું કામ કરે છે, પરંતુ કીટોમાં તે ઓછું થાય છે અને તેના બદલે શરીરને ચરબીમાંથી ઊર્જા મળે છે. તેથી આવી વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ જેથી કરીને શરીરને ચરબીની સાથે સારી માત્રામાં પોષક તત્વો પણ મળી રહે.

01
કીટો ડાયટમાં શરીરને ચરબીની જરૂર હોય છે, તેથી રસોઈ માટે ઓલિવ ઓઈલ, એવોકાડો ઓઈલ, બટર અને કોકોનટ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. આ તેલ બહુ ભારે હોતા નથી અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે.

02
શરીરમાં પ્રોટીનની ઉણપની ભરપાઈ કરવા માટે કીટો આહારનું પાલન કરનારા લોકોએ તેમના આહારમાં ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવો જોઈએ. આમાં ગ્રીક યોગાર્ટ, હેવી ક્રીમ, ચીઝ, દહીં, સ્ટ્રીંગ ચીઝ, પરમેસન ચીઝ વગેરેનો આહારમાં સમાવેશ કરી શકાય છે.

03
હેઝલ નટ્સ, બદામ, અખરોટ, મેકાડેમિયા નટ્સ, પેકન નટ્સ વગેરેને કેટો ડાયેટ દરમિયાન હેલ્ધી ફેટ અને પ્રોટીન માટે આહારમાં સામેલ કરવા જોઈએ. આ સિવાય કેટલાક બીજ જેવા કે ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, સૂર્યમુખીના બીજ વગેરેનો પણ આહારમાં સમાવેશ કરી શકાય છે. તેનાથી શરીરને વિટામિન E અને અન્ય ઘણા પોષક તત્વો સારી માત્રામાં મળશે.

04
વજન ઘટાડવા માટે કીટો ડાયટ ફોલો કરી રહ્યા છો તો તમારા આહારમાં કોબીજ, પાલક, મશરૂમ, ડુંગળી, કેપ્સિકમ, કોબી વગેરે શાકભાજીનો સમાવેશ કરો.

જેઓ કેટો ડાયેટ ફોલો કરે છે તેઓ તેમની દિનચર્યામાં એવોકાડો, બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસબેરી અને લીંબુ વગેરે જેવા ફળો ખાઈ શકે છે, કારણ કે આ ફળોમાં કાર્બોહાઇડ્રેટ ઓછું હોય છે અને વિટામિન સી પણ ભરપૂર હોય છે તેમજ ઘણા પોષક તત્વોનો સારો સ્ત્રોત હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

error: