
સાઉથની ફેમસ એક્ટ્રેસ કીર્તિ સુરેશ ટૂંક સમયમાં વરુણ ધવન સાથે ‘બેબી જોન’માં જોવા મળશે. પરંતુ આ ફિલ્મની સાથે સાથે તે પોતાની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. એવી ચર્ચા છે કે કીર્તિ સુરેશ આવતા મહિને લગ્ન કરવા જઈ રહી છે. સાઉથની લોકપ્રિય અભિનેત્રી કીર્તિ સુરેશ અને એન્ટની થટીલ 15 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. એન્ટની થટીલ દુબઈના જાણીતા બિઝનેસમેન છે જે મૂળ કોચીના છે. એન્ટની ચેન્નાઈ સ્થિત બે કંપનીઓના માલિક છે, જેમ કે કેપલાથ હબીબ ફારૂક અને એસ્પેરોસ વિન્ડો સોલ્યુશન્સ. જો કે એન્ટોનીને લો પ્રોફાઈલ રાખવાનું પસંદ છે અને તે લાઈમલાઈટથી દૂર રહે છે અને સોશિયલ મીડિયા પર ચોક્કસ હાજર રહે છે, પરંતુ તે બહુ એક્ટિવ નથી અને તેનું એકાઉન્ટ પણ ખાનગી છે.