મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય હોકી ટીમે સેમિફાઈનલમાં જાપાનને 2-0થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારત માટે નવનીત કૌર અને લાલરેમ્સિયાનીએ ગોલ કરી ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.ફાઈનલમાં ભારતનો સામનો ચીન સામે થશે. ચીને સેમિફાઈનલમાં મલેશિયાને 3-1થી હાર આપી છે. ભારતે જાપાન પહેલા ક્વાર્ટર સુધી એક પણ ગોલ કરી શકી ન હતી. 2-0થી ભારતે જીત મેળવી હતી.ભારત હવે તેની ફાઈનલ 20 નવેમ્બર, બુધવારે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના સામે રમશે, જેણે સેમિફાઈનલમાં મલેશિયાને 3-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.ભારત માટે નવનીત કૌર અને લાલરેમ્સિયામીએ ગોલ કર્યો હતો. ભારતીય મહિલા હોકી ટીમ બુધવારના રોજ ચીન સામે ફાઈનલમાં ટકરાશે.ભારતીય ટીમને જીતની દાવેદાર માનવામાં આવી રહી છે. તેમજ હોકીની મહિલા ટીમ એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે.