Satya Tv News

સાઉથ કેલિફોર્નિયાના એન્સીનિટાસ બીચ પર એક મૃત ઓરફિશ મળવાથી રાજ્યમાં આ વખતે ત્રીજીવાર આ દુર્લભ માછલી દેખાવવાનો મામલો સામે આવ્યો છે. આ માછલી લગભગ 10 ફૂટ લાંબી હતી અને 6 નવેમ્બરે મળી આવી હતી. આ માછલીને સિપ્રિપ્સ ઈન્સ્ટીટ્યૂશન ઓફ ઓશનોગ્રાફીના પીએચડી ઉમેદવાર એલિસન લેફેરિયરે તટ પર આવતા જોઈ. જો કે તે કેલિફોર્નિયામાં થોડા મહિનામાં દેખાનારી ફક્ત ત્રીજી માછલી છે, જાપાની લોકકથાઓ મુજબ આ એક ખરાબ સંકેત ગણવામાં આવે છે. જાપાનમાં તેને ડૂમ્સડે ફિશ કે પછી અંતિમ દિવસની માછલી પણ કહે છે અને તેને આવનારા ભૂકંપનો પૂર્વ સંકેત માનવામાં આવે છે. આ વિશ્વાસ 17મી સદીના જાપાન સાથે જોડાયેલો છે. જાપાની લોકકથા મુજબ ઓરફિશ સમુદ્ર દેવતા યુર્ઝિનના સેવકોનું પ્રતિનિધિત્વ કરે છે. આથી તેને ‘યુર્ગુનો ત્સુકાઈ’ પણ કહે છે. જેનો અર્થ સમુદ્ર દેવતાના મહેલનો સંદેશાવાહક થાય છે.

એલસ ઓબ્સ્કુરા મુજબ જાપાની પૌરાણિક કથાઓમાં ઊંડા સમુદ્રમાં ઓરફિશની ઉપસ્થિતિને ભૂકંપ અને સુનામીના અગ્રદૂત તરીકે દર્શાવવામાં આવી છે. ઓશન કન્ઝર્વેન્સી મુજબ માર્ચ 2011માં જાપાનમાં અત્યાર સુધીના સૌથી મોટા નોંધાયેલા ભૂકંપની બરાબર પહેલા 2010માં જાપાનના સમુદ્ર તટ પર ઓરફિશ જોવા મળી હતી. એ સ્પષ્ટ નથી કે ઓરફિશ એન્સીનિટાસના તટ પર તણાઈને કેવી રીતે આવી ગઈ પરંતુ તેનું પોસ્ટમોર્ટમ થશે જેથી કરીને તેના મોતનું કારણ જાણી શકાય. ત્યારબાદ આ માછલીને ભવિષ્યમાં સ્ટડી માટે સિપ્રિપ્સના સમુદ્રી કશેરૂક સંગ્રહમાં સંરક્ષિત કરાશે. જે દુનિયામાં ઊંડા સમુદ્રની માછલીઓનો સૌથી મોટો સંગ્રહ છે.

error: