Satya Tv News

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના સીઝનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ક્રિકેટના ચાહકો માટે એક ગુડ ન્યુઝ છે. આઈપીએલ 2025ના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ જાહેરાત હજુ ઓફિશયલ થઈ નથી. તમને જણાવી દઈએ કે, સઉદી અરબના જેદ્દાહમાં મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે.ESPN-Cricinfoના રિપોર્ટ અનુસાર, BCCIએ તમામ IPL ફ્રેન્ચાઇઝીને એક ઈમેલ મોકલ્યો છે, જેમાં IPL 2025ની સિઝનની તારીખ જાહેર કરવામાં આવી છે. માત્ર આગામી સિઝન જ નહીં પરંતુ તે પછી અન્ય બે સિઝન 2026 અને 2027ની તારીખો જાહેર કરવામાં આવી છે.

બોર્ડે આને માત્ર ટૂર્નામેન્ટની વિન્ડો ગણાવી છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, આ તારીખથી જ ટૂર્નામેન્ટ શરુ થશે. 2026ની સીઝનની શરુઆત 15 માર્ચથી શરુ થશે અને 31 મે સુધી ચાલશે. જ્યારે 2027 સીઝન પણ 14 માર્ચથી શરુ થશે જે 30 મે સુધી ચાલશે.મેગા ઓક્શન પહેલા એક વધુ ખેલાડીને એન્ટ્રી મળી છે. ટી20 વર્લ્ડકપ 2024માં પોતાની બોલિંગથી ધમાલ મચાવનાર અમેરિકાના બોલર સૌરભ નેત્રવલકરને પણ શોર્ટલિસ્ટમાં સ્થાન મળ્યું છે. તેમજ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને પણ શોર્ટલિસ્ટમાં સ્થાન મળ્યું છે એટલે કે, તેમણે પણ પોતાનું નામ મોકલી દીધું છે.

error: