આણંદમાં ભાલેજ નજીક ચરોતર CNG ગેસ પમ્પ પર કારમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની છે. ઈકો કારમાં CNG રિફિલિંગ સમયે ધડાકા સાથે CNG સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. CNG સિલિન્ડર ધડાકા સાથે ફાટતા કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. આસપાસ ઉભેલી અન્ય બે કાર અને પમ્પની છતને પણ ભારે નુકસાન થયુ છે. આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે.