ગત ૧૫ નવેમ્બરના રોજ “આપણો દેશ આપણું રાજ” એવો ક્રાંતિકારી નારો આપનાર ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતી હતી પરંતુ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલતું હોય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ૨૩ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં “ભગવાન બીરસા મુંડાજીની જન્મજયંતી” ઉજવવામાં આવે એવો પ્રાંત કક્ષાએથી નિર્ણય લેવામાં આવ્યો અને એના ભાગ રૂપે નર્મદા જિલ્લાના નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર, દેડીયાપાડા અને સાગબારા તાલુકાની અલગ અલગ શાળાઓમાં આદિવાસી ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ તકે જિલ્લાના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ જાદવ,
વિજયસિંહ સોલંકી, વાલમભાઈ બારીયા, મહેન્દ્રસિંહ ચૌહાણ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા એમ જિલ્લાના પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીએ જણાવ્યું છે.