Satya Tv News

જીઆઇડીસી ના એમ.ડી રાહુલ ગુપ્તાની ભૂમિકા સામે તપાસ કરવા વડાપ્રધાન સમક્ષ રાવ

પ્લોટ ની હરાજી થકી ફાળવણી નહિ થતા સરકારી તિજોરી ને કરોડો નું નુકશાન : રાજ અજીતસિંહ,(ખેડૂત અગ્રણી)

દહેજ – સાયખાં ઔદ્યોગિક વસાહત માં પ્લોટ ફાળવણીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સનસનીખેજ આક્ષેપ વહિયાલ ના ખેડૂત અગ્રણી એ કરતા વાગરા તાલુકા સહિત ઔદ્યોગિક જગતમાં હડકંપ મચી જવા પામ્યો છે.ભ્રષ્ટાચાર મામલે એમ.ડી. ની ભૂમિકા ની તપાસ કરવા માટે ખેડૂત અગ્રણીએ વડાપ્રધાન ને પત્ર લખતા ઉદ્યોગ નગરી માં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.


ભરૂચ જિલ્લો દેશ તેમજ વિદેશમાં ઔદ્યોગિક હબ તરીકે પ્રચલીત બન્યો છે.સેંકડો ઉદ્યોગકારોએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે સાથે અન્ય ઉદ્યોગપતિઓ પણ દહેજ અને સાયખાં માં રોકાણ કરવા માટે પડાપડી કરી રહ્યા છે.જે દેશ અને રાજ્યના વિકાસ માટે એક સારી બાબત લેખી શકાય તેમ છે.દહેજ અને સાયખાં માં ઉદ્યોગપતિઓને પ્લોટ એલોટમેન્ટ કરવા નિગમ ની ૫૧૮ મી બોર્ડ મિટિંગમાં સેચ્યુરેટેડ ઝોન જાહેર કરી નિગમ ની પોલિસી મુજબ પ્લોટ હરાજી થી ફાળવવા ના હતા.પરંતુ પ્લોટ હરાજી થી ફાળવવાની પ્રક્રિયા ને અનુસર્યા સિવાય કે એલોટમેન્ટ સાયકલ જાહેર કરી એલોટમેન્ટ વિન્ડોને ખોલ્યા વિના પૂરતી હરાજી થી એલોટમેન્ટ ની તકો આપ્યા વગર કે ચકાસીયા વિના માત્ર કેટલાક મળતીયાઓની રજુઆતોને ઉભી કરવામાં આવી હતી.જેને ધ્યાને લઇ નિગમની બોર્ડ ની ૫૧૯ મી સભામાં દહેજ અને સાયખાં ઔદ્યોગિક વસાહત ને અનસેચ્યુરેટેડ જાહેર કરી વી.સી. એમ.ડી રાહુલ ગુપ્તાએ અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નિગમ ને નાંણાકીય નુકશાન કરેલ છે.અને તેથી ભાજપ અગ્રણીએ માહિતી અધિકાર હેઠળ નિગમ પાસેથી માહિતી માંગી છે.તેમજ વડાપ્રધાન ને અરજી કરી કૌભાંડમાં સંડોવાયેલા ઉચ્ચ અધિકારી રાહુલ ગુપ્તા ની ભૂમિકા બાબતે નિષ્પક્ષ તપાસ કરવા રાવ નાંખી છે.તેમણે પત્રમાં જણાવ્યુ છે કે આ અધિકારી રાહુલ ગુપ્તા એ અગાઉ પણ રાજકોટ ખાતે કલેકટર ની ફરજ દરમિયાન વાજડીગઢ ગામની સર્વે નં. ૧૨૪ પૈકી ની પંચાયત ની ગોચર ની રોડ કાંઠાની ૭૫ કરોડ ની જમીન બિનખેતી કરી વેચાવી નાંખવા ના મામલામાં પણ સંડોવાયેલા હતા.જે અંગેના વર્તમાન પત્રમાં સમાચારો પ્રસિદ્ધ થયા હતા.તેઓએ તેમની વગ નો ઉપયોગ કરી સ્વબચાવ કરેલ છે ના આક્ષેપો થી ઔદ્યોગિક નગરી માં ચહલ પહલ તેજ બની જવા પામી છે.

એમ.ડી એ સરકારના મંત્રીઓને ગેરમાર્ગે દોરી અંધારામાં રાખી કૌભાંડ આચર્યું

સેચ્યુરેટેડ ઝોન ને અનસેચ્યુરેટેડ ઝોનમાં ફેરવી સરકારી તિજોરીને ભારે નુકશાન કર્યું

કિસાન અગ્રણી અજીતસિંહ રાજે વધુમાં જણાવ્યુ હતુ કે સંડોવાયેલ અધિકારી રાહુલ ગુપ્તા ની સહી થી એલોટમેન્ટ પોલિસીના પરિપત્ર તા. ૧૭/૧૦/૨૪ માં સ્પષ્ટ રીતે નિહિત થયેલ છે કે નિગમના જનરલ મેનેજર પ્રિ-એલોટમેન્ટ દ્વારા પ્રથમ પૂરતા પ્રમાણમાં એલોટમેન્ટ સાયકલ જાહેર કરી અને એલોટમેન્ટ બારી ખોલી,પ્લોટના એલોટમેન્ટ માટે અરજીઓ મંગાવવામાં આવશે અને આ એલોટમેન્ટ સાયકલ થી પ્લોટ નું એલોટમેન્ટ ન થાય તો સેચ્યુરેટેડ અથવા અનસેચ્યુરેટેડ ઝોનને રિવ્યુમાં લેવામાં આવશે.જે પ્રક્રિયા ને અનુસર્યા સિવાય,સરકારશ્રી તથા નિગમ ને આર્થિક અસરનું મુલ્યાંકન કર્યા વિના માત્ર દહેજ અને સાયખાં ઔદ્યોગિક વસાહત ને અનસેચ્યુરેટેડ ઝોનમાં તબદીલ કરી હતી.પ્લોટને હરાજી ની પ્રક્રિયાથી બચવા અને માનીતાઓને ફાળવણી કરવા પોલિસીમાં ફેરફાર કરતા બહોળા પ્રમાણ માં ભ્રષ્ટાચાર આચરેલ હોવાનો લેખિત પત્ર પાઠવી વડાપ્રધાન ને ઉચ્ચ તપાસ કરવા ખેડૂત નેતા દ્વારા વિનંતી કરવામાં આવી છે.

નિવૃત ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કર્મી ની ચીફ એન્જીનિયર તરીકે નિમણૂક થી તર્ક-વિતર્ક

કિસાન અગ્રણી એ જણાવ્યુ હતુ કે રાજ્ય ની તમામ GIDC ની વસાહતો માં મોટા પ્રમાણ માં સિવિલ ને લગતુ કામ હોય છે.નિગમમાં કાર્યક્ષમ અને લાયકાત ધરાવતા અનુભવી અને સિવિલ ડિગ્રી ધરાવનાર એન્જીનિયર ની નિયુક્ત કરવાની હોય છે.જેથી સિવિલ કામનું નિરીક્ષણ અને ગુણવત્તા ની ચકાસણી સારી રીતે કરી શકાય.પરંતુ એમ.ડી. રાહુલ ગુપ્તાએ પોતાની સત્તાનો દૂરઉપયોગ કરી તેમના ઈશારા અને ઈચ્છા મુજબ કામ કરવા વાળા એમ આર ભગોરા કે જેઓ નિવૃત છે.અને તેમનું શિક્ષણ માત્ર ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જી. છે.તેમ છતાં તેઓને નિગમના મુખ્ય ઈજનેર તરીકે નિમણુંક કરેલ છે.GIDC ના ઉચ્ચ અધિકારીઓ હોવા છતાં મોટા કોન્ટ્રાકટ ની સંપૂર્ણ જવાબદારી ભગોરા પર સોંપેલ છે.તેઓ કોન્ટ્રાક્ટરો પાસેથી ૧૦ થી ૧૫ ટકાના ભંડોળ એકત્ર કરતા હોવાની શંકા પણ અજીતસિંહ રાજે વ્યક્ત કરી છે.

કોન્ટ્રાક્ટરો વધારાના બિલો પ્રથમ જમા કરાવે છે,અને GIDC તેની ચુકવણી કરે છે

GIDC માં દરવર્ષે અંદાજીત ૭૦૦ કરોડ ના કામો કરવામાં આવતા હોય છે.અને અગાઉ GIDC ના નિયમો મુજબ ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ જ કોન્ટ્રાક્ટરો ને કામો ફાળવવામાં આવતા અને પછી જ કામ શરૂ થતા.પરંતુ હાલ એમ.ડી રાહુલ ગુપ્તા ના સમયગાળા માં કોન્ટ્રાક્ટરો તેમના વધારાના બિલો પ્રથમ જમા કરાવે છે.અને GIDC તેમની ચૂકવણી પણ કરી રહી છે.અગાઉ GIDC માં દર અઠવાડિયે સંકલન અને સમીક્ષા બેઠક થતી હતી તેમાં કામની ગુણવત્તા ની ચર્ચા થતી અને કોન્ટ્રાક્ટરો ને જરૂરી સૂચના આપવામાં આવતી હતી.પરંતુ એમ.ડી. રાહુલ ગુપ્તા ના આવ્યા બાદ એવુ કોઈ અમલીકરણ થયુ નથી કે સી.ઇ દ્વારા કોઈ ગુણવત્તાની ખાતરી પુરી પાડવામાં આવતી નથી.કોઈ નિયમિત સાઈટની મુલાકાત લેવામાં આવતી નથી.જેથી ફલિત થાય છે કે એક વિદ્યુત ઈજનેર કઈ રીતે સાઈટ પર જઈ સિવિલ વર્ક સૂચવી શકે….???જેવા આક્ષેપો સાથે અજીતસિંહ રાજે વડાપ્રધાન શ્રી તેમજ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ ને પત્ર પાઠવી તપાસની માંગણી કરી છે.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: