વલસાડના પારડીમાં દુષ્કર્મ બાદ યુવતીની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી સિરિયલ કિલર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વાપી રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા આ ખૂંખાર આરોપીની ક્રાઈમ કુંડળી પોલીસના તપાસમાં ખૂલ્લી છે. આરોપીએ છેલ્લા 25 દિવસમાં 5 હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.પારડીમાં યુવતીની હત્યા કર્યા બાદ આરોપીના ગુનાઓ અટક્યો ન હતા. ત્યાર બાદ આરોપીએ ઉપરા-છાપરી ત્રણ હત્યા કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી દિવ્યાંગ હોવાથી ટ્રેનમાં ટિકિટ લીધા વગર સરળતાથી મુસાફરી કરતો હતો. રાજ્ય શહેર બદલીને ગુનાઓને આચરતો હતો. પૂછપરછ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આરોપીએ છેલ્લા 25 દિવસમાં 5 હત્યાઓ કરી હતી. આરોપીએ આમાની મોટાભાગની હત્યાઓ ટ્રેનમાં કરી હતી. દોડતી ટ્રેન પર હત્યા કરીને આરોપી ઠંડા કલેજે એકપછી એક રાજ્યમાં ફરતો હતો. 17થી 21 ઓક્ટોબર દરમિયાન આરોપીએ રાહુલે પુણા કન્યાકુમારી એક્સપ્રેસમાં દુષ્કર્મ બાદ મહિલાની હત્યા કરી હતી. જ્યારે 25 ઓક્ટોબરે મેંગલુરૂમાં ટ્રેનની અંદર ગળુ દબાવી હત્યા કરી હતી. તો પશ્ચિમ બંગાળ, હાવરા ટ્રેનમાં 19 નવેમ્બરે યુવકનું ચપ્પુથી હત્યા અને લૂંટ કરી હતી. જ્યારે 24 નવેમ્બરે તેલંગાણા-સિકંદરાબાદમાં ગળુ દબાવી હત્યા કરી હતી.