નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. તેમણે માર્ચ મહિનામાં ડોપ ટેસ્ટ માટે પોતાનો સેમ્પલ આપવાની ના પાડી દીધી હતી. આ કારણોસર નાડાએ આ મોટો નિર્ણય લેવો પડ્યો છે. તેમનું સસ્પેન્શન 23 એપ્રિલ 2024થી શરૂ થશે.રાજનીતિમાં એન્ટ્રી બાદ પહેલાથી રમત ગમતના કરિયર પર આશંકાઓ છવાય છે. હવે પ્રતિબંધ બાદ આશંકાઓ વધુ મજબુત થઈ છે.નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ તેને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.બજરંગે સસ્પેન્શન સામે અપીલ કરી હતી, અને નાડાની અનુશાસનાત્મક ડોપિંગ પેનલે 31 મેના રોજ રદ્દ કર્યો હતો. ત્યાં સુધી નાડાએ આરોપની નોટિસ જાહેર કરી ન હતી. નાડાએ 23 જૂનના રોજ બજરંગ પુનિયાને નોટિસ ફટકારી હતી.