Satya Tv News

રાજકોટથી સુરત તરફ જતી લક્ઝરી બસ નંબર (MP 45-ZF-7295) સવારના સમયે આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર વડદલા પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી. દરમિયાન આ લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, લક્ઝરી બસનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે.ઘટનાને પગલે એમ્બ્યુલન્સ ઉપરાંત હાઈવે પેટ્રોલિંગ અને પેટલાદ રૂરલ પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. બીજી બાજુ ત્રણેય મૃતદેહોને પી.એમ અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.ઘટનાને પગલે મૃતકોની ઓળખ ધ્રુવ રૂડાણી, મનસુખભાઈ કોરાટ અને કલ્પેશ જીયાણી તરીકે થઇ છે, જે ત્રણેય રાજકોટના રહેવાસી છે.

error: