આલાદર સરપંચ ના હસ્તે વનકુટિર નું ખાતર્મુહુત કરવામાં આવ્યુ
વાગરા ની અલાદર પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણ ભરૂચ વિભાગના સહયોગથી નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અનુપમ મિશન મોગરી જી.આણંદ સ્વામી નારાયણ સંસ્થા સંચાલિત આશા પ્રોજેક્ટના તબીબી સ્ટાફ દ્વારા નેત્ર નિષ્ણાંત ડોક્ટરો અને દાંતના તબીબ દ્વારા આંખ અને દાંત તપાસ કરી વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.અને સાથે દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને દવાઓ પૂરી પાડવામાં આવી.તેમજ આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઑ દ્વારા દર્દીઓને તપાસી વિનામુલ્યે દવાઓ આપી હતી.સામાજીક વનીકરણ વિભાગ દ્વારા કેમ્પની જાહેરાત કરી ૩૦૦ થી વધુ લાભાર્થીઓને લાભ અપાવીને મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ભૂપેન્દ્રસિંહ વાઘેલા,વાગરા એપીએમસી ચેરમેન નાગજીભાઈ ગોહિલ,સરપંચ વસંતભાઇ ગોહિલ,ફોરેસ્ટ અધિકારી વી. વી. ચારણ,વનપાલ ઓ.એસ. મિશ્રા, એન. ટી. પાગોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ તબક્કે અલાદર સરપંચના હસ્તે વનકુટિર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.