Satya Tv News

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામે રૂપિયા 1.40 કરોડ ના ખર્ચે ખાડી બ્રિજ નિર્માણ પામશે. રાજ્ય સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂરી આપતા અંદાજે 50 કરોડ ઉપરાંત ના કામો બંને તાલુકામાં મજુર કરવામાં આવ્યા છે. કાપોદ્રા ગામે આવેલી ખાડી બ્રિજ જર્જરિત થઈ ગયો હતો. સાથે જ ચોમાસામાં ખાડી બ્રિજ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 1.40 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.આજરોજ ખાડી બ્રિજ કાર્યની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વર પટેલ,જિલ્લા પંચાયતના સભ્ય આરતી પટેલ, ગામના સરપંચ આયેશાબેન, તલાટી તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ખાડી બ્રિજ નિર્માણ બાદ ગ્રામજનોને અવરજવર કરવામાં સાનુકૂળતા રહેશે.

error: