Satya Tv News

ઝઘડિયા તાલુકામાં ચાલતી ગેરકાયદેસર રેતીની લીઝો અને બેફામ દોડતા વાહનો અટકાવવાની માગ સાથે દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના કાર્યકરો સાથે રાજપારડીથી ઝઘડિયા સુધીની પદયાત્રા કરી હતી. 10 કિમીનું અંતર કાપતાં તેમણે સાડા 3 કલાક જેટલો સમય લાગ્યો હતો. ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી રેત ખનન તેમજ પત્થરની લીઝો મોટાપ્રમાણમાં ચાલી રહી છે,તેમાં ગેરકાયદેસર ચાલતી ખનન પ્રવૃત્તિથી સર્જાતી સમસ્યાઓથી તાલુકાની જનતા ત્રાસી ગઇ છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે રાજપારડી ચાર રસ્તા ખાતે બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી પદયાત્રા શરુ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો સિલિકાના પ્લાન્ટ અને પત્થરની કસરોને લઇને દરરોજ સેંકડો ઓવરલોડ વાહનો દોડે છે.આવા બેફામ દોડતા ઓવરલોડ વાહનોને લઇને અકસ્માતો થાય છે.

error: