Satya Tv News

કેરળના કોલ્લમ શહેરમાં મંગળવારે (3 ડિસેમ્બર) રાત્રે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી જ્યાં એક પતિએ તેની પત્નીની કારને આગ લગાવી દીધી હતી, જેના પરિણામે મહિલાનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની ઉંમર 44 વર્ષ હોવાનું કહેવાય છે. પોલીસનું કહેવું છે કે અકસ્માત થયો ત્યારે મહિલા એક મિત્ર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી.

પોલીસે જણાવ્યું કે, આરોપી પતિ પદ્મરાજન જેની ઉંમર 50 વર્ષની આસપાસ છે. તે તેની પત્નીની કારની પાછળ ગયો. તે અન્ય વાહનમાં તેમની કારનો પીછો કરી રહ્યો હતો અને તેણે લગભગ 9 વાગ્યે કોલ્લમના ચેમ્મુક્કુ વિસ્તારમાં કાર રોકી હતી. આ પછી તેણે કારમાં પેટ્રૉલ નાખીને આગ લગાવી દીધી. મળતી માહિતી મુજબ, આગ લાગવાથી અનિલા બળી ગઇ અને હૉસ્પિટલ લઈ જતી વખતે મોત થયું હતું.

કારમાં અનિલા સાથે મુસાફરી કરી રહેલા સહ-મુસાફરને પણ ગંભીર ઈજા થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ સહ-મુસાફરની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને હાલમાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે અને લોકો આ ગુનાની સખત નિંદા કરી રહ્યા છે.

પોલીસે આરોપી પતિ પદ્મરાજનને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તેઓ આ જઘન્ય અપરાધ પાછળના કારણોની તપાસ કરી રહ્યા છે. હાલ તો આ ગુના પાછળના કારણો બહાર આવ્યા નથી, પરંતુ પોલીસ આ ઘટના અંગે સાચી માહિતી બહાર પાડવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે.

error: