એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાની જાહેરાત થઇ છે પરંતુ સરકારમાં તેમની શું ભૂમિકા હશે તેની તસવીર હજુ સ્પષ્ટ થઇ નથી. જોકે, શિવસેનાએ ઔપચારિક રીતે પત્ર આપીને ફડણવીસ સરકારને પોતાનું સમર્થન આપી દીધુ છે.એકનાથ શિંદે કેટલાક દિવસથી ગૃહમંત્રાલયની પોતાની માંગ પર અડગ છે. એક રિપોર્ટ અનુસાર, શિંદે ગૃહમંત્રાલયની સાથે શિવસેનાને 12 મંત્રાલય આપવાની માંગ કરી રહ્યાં છે. શિવસેના નેતાઓનું કહેવું છે કે મુખ્યમંત્રી પદ ના મળવાને કારણે હવે માત્ર ગૃહમંત્રાલય જ એવી જવાબદારી છે જે શિદે માટે યોગ્ય હશે.કહેવામાં આવ્યું કે જો ફડણવીસ ગૃહમંત્રાલય નથી છોડતા તો શિંદેને શહેરી વિકાસ, રાજસ્વ અને ઊર્જા વિભાગ આપવામાં આવી શકે છે.