નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલ ધનોર ગામના ખેડૂતે વેચેલી ગાય શખસ ૬ મહિના બાદ પરત આપી ગયો હતો. જેના પગલે તેના રૂપિયા પરત આપવાના થતાં ટેન્શનમાં આવી જતા ખેડૂતે ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસ હાથધરી છે.
મળતી માહિતી અનુસાર દેડિયાપાડા નાં ધનોર ગામે રહેતા કપીલાબેન લલ્લુભાઇ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના ૫૫ વર્ષીય પતિ લલ્લુભાઈ શનાભાઈ વસાવાની ગાય છ માસ પહેલા દેડિયાપાડા તાલુકાના રાંભવા ગામે વેચાણ આપી હોય જે ગાય ગાંભણ ન થતા ગાયને પરત લલ્લુભાઈ વસાવાના ઘરે મૂકી ગયા બાદ લેનાર ને ગાયની કિંમતના રૂપિયા પોતે પરત કઈ રીતે આપીશે તે વાત તેમને મનમા લાગી આવતા પોતાના ઘરે પોતાની જાતે દોરડા વડે ગળે ફાસો ખાઈ લેતા દવાખાને સારવાર માટે લઈ જતા ડોક્ટરે તપાસ કરતા મૃત જાહેર કર્યા હોય દેડિયાપાડા પોલીસે કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી ડેડીયાપાડા