અંકલેશ્વર નવી નગરીમાં રહેતા હરજીત સિકલીગરએ ગત 2જી ડિસેમ્બરના રોજ રાતે હસ્તી તળાવ રોડની બાજુમાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન રાતે 1 વાગ્યાના અરસામાં પાડોશી તેઓના ઘરે આવી તેઓની રિક્ષામાં આગ લાગી હોવાનું કહેતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બુમાબુમ કરતા અન્ય પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. જો કે રીક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.રીક્ષાના માલિકને તેઓની રીક્ષા શાંતિ નગરમાં રહેતો નેંનુંસિંગ જસપાલસિંગ પર શંકા ગઇ હતી. તેઓએ મહોલ્લામાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં નેંનુંસિંગ જસપાલસિંગ સહિત એક ઇસમે ભેગા મળી કોઈ જ્વલનશીલ પ્રદાર્થ રીક્ષા ઉપર છાંટી આગ લગાડી હોવાનું જણાય આવતા રીક્ષા માલિકે બંને ઈસમો વિરૂદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.