ભરુચની હેડ પોસ્ટ ઓફિસ પાસે આવેલા જુમ્મા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાનો દાવો કરાયો છે. ત્યારે આજરોજ ડો.આંબેડકર નિર્વાણ દિનની સાંજના સમયે ભરૂચ કલેકટર કચેરી પાસે સમિતિ દ્વારા ધરણાં યોજી શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવી આવી સનાતન ધર્મ માં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન કરવા જતા સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય અહિંદુ વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે.
આ ઉપરાંત ધરોહરમાં અહિંદુ વ્યક્તિઓ દ્વારા છેડ-છાડ કરી તેમાં ફેરફાર કરવામાં આવેલો છે. જેના વિરોધમાં ધરણાં યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી. આવેદનપત્ર માં જણાવાયું છે કે, આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે અને અહિંદુ દ્વારા કોઈ પણ ફેરફાર કરવામાં ના આવે તેવી માંગણી કરી આ અંગેની તમામ માહિતી સાર્વજનિક કરવાની માંગણી પણ કરવામાં આવી છે. આ ધરણા કાર્યક્રમમાં સુદર્શન નાગરાજ બાબા કપાટે,શંકરાચાર્ય મઠ ભરુચના મુક્તાનંદ સ્વામી,બલબલા કુંડ અંકલેશ્વરના રાજ રાજેશ્વર સ્વામી.સહિત અન્ય હિન્દુ અગ્રણીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.બીજી બાજુ ધરણાંના પગલે સમગ્ર સંકુલમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત જોવા મળતો હતો.