બોલિવુડના ફેમસ નિર્માતા અને દિગ્દર્શક સુભાષ ઘાઈ પોતાના સ્વાસ્થને લઈ ચર્ચામાં છે. જેને હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ડાયરેક્ટરના નજીકના સુત્રોએ જાણકારી આપી છે કે, સુભાષ ઘાઈને રુટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે.સુભાષ ઘાઈએ કાલીચરણ, કર્ઝ, સૌદાગર, વિધત્તા, મેરી જંગ અને કર્મા સહિત અનેક ફિલ્મોમાં નિર્દેશન કર્યું છે. 2014માં ફિલ્મ કાંચીનું ડાયરેક્શન કર્યું હતુ. સુભાષ ઘાઈને ભારતીય સિનેમામાં તેના યોગદાન માટે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.સુભાષ ઘાઈના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તોો તેઓ હાલમાં એતરાઝ-2 અને ખલનાયક 2ને લઈને પણ ચર્ચાર્માં હતા.