Satya Tv News

SRICT કે જે આજે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીના નામથી ઓળખાય છે તેને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે 5 સ્ટાર રેટિંગ મળેલ છે.

ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય સંસ્થાકીય રંકિંગ ( GSIRF) દ્વારા શ્રોફ એસઆર રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલોજીને શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં એન્જીનિયરીંગ અભ્યાસ માં ઉત્તમ યોગદાન, સ્નાતક વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા રોજગારી મેળવવામાં , સંશોધન અને ઉદ્યોગો સાથે રહીને વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બનાવવા માટે ૫ -સ્ટાર રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે જે ઘણી ગર્વની વાત છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ૪ સ્ટાર મળ્યા હતા જે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ૫ સ્ટાર મળ્યા છે જે સિધ્ધ કરે છે કે સંસ્થા એન્જીનિયરીંગમાં અભ્યાસ આપતી માત્ર ભરુચ જિલ્લાની નહીં પરંતુ ગુજરાત રાજ્યની એક શ્રેસ્ઠ એન્જીનિયરીંગ સંસ્થા છે અને આ સંસ્થાની શૈક્ષણિક શ્રેષ્ઠતા, વિશ્વ-વર્ગની ફેકલ્ટી, અત્યાધુનિક સંશોધન માટે અમારી ઉચ્ચ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

error: