Satya Tv News

કિસાન ગોષ્ઠી દરમિયાન કુલ ૨૮ જેટલા પુરુષ-મહિલા ખેડૂતોમિત્રો જોડાયા

સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાકૃતિક ખેતીની મુખ્ય આધારસ્તંભ દેશી ગાયના છાણ અને ગૌ-મુત્રમાંથી ખાતર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે.

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ ખેડૂતો અપનાવે તે માટે માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાનાં કુનબાર ગામે ખેડૂતમિત્રોને કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કિસાન ગોષ્ઠી દરમિયાન જોડે કુલ ૨૮ જેટલા પુરુષ-મહિલા ખેડૂતોમિત્રો જોડાયા હતાં. જેમાં ટેકનિકલ માસ્ટર ટ્રેનર અરવિંદ એમ.વસાવા અને ફાર્મર માસ્ટર ટ્રેનર રાજેશ આર.વસાવાએ રાસાયણિક ખાતરનો નહિવત ઉપયોગ કરવા અને જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનોનો ઉપયોગ કરવા અંગેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા

error: