નેશનલ હાઇવે પર સિલ્વર સેવન સામે રસ્તો ઓળંગતી વેળા ટેન્કર ચાલક ને ટ્રક અને લક્ઝરી બસ અકસમાત માં બસ ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા ના પગલે સ્થળ પર મોત થયું હતું. ટેન્કર ચાલક હોટલ પર પાર્સલ લઇ પરત આવી રહ્યો હતો ત્યારે ઘટના બની હતી.બનાવ સંદર્ભે અંક્લેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર થી ભરૂચ તરફ જતા માર્ગ પર એમપી ના ટ્રક ચાલક ટેન્કર લઇ પસાર થઇ રહ્યા હતા. તેઓ મોડી રાત્રીના સિલ્વર સેવન સામે ઉભા રહી રોડ ક્રોસ કરી હોટલ પર સેમ્પલ લેવા માટે ટેન્કર ચાલક રામ સુનિલ લોકનાથ મિશ્રા ગયા હતા. ત્યાંથી પરત તેઓ આવી રહ્યા હતા. તે દરમિયાન ત્યાં પસાર થઇ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત લક્ઝરી બસ ચાલકે રોડ ક્રોસ કરી રહેલા ટેન્કરના ડ્રાઇવર સુનિલ મિશ્રા ને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે ત્યાંથી પસાર થતાં અન્ય લોકો મદદે દોડી આવતાં ટોળું જામ્યું હતું. . બનાવ સંદર્ભે અંક્લેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.