Satya Tv News

વિજેતા થનાર બાળકોને ઇનામ વિતરણ થકી પ્રોત્સાહિત કરવામાં આવ્યા;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નાની સિંગલોટી ખાતે આવેલ આદિવાસી ઊંડાણનાં વિસ્તારમાં આવેલી અને ગરીબ બાળકોના જીવનમાં વર્ષોથી શિક્ષણનું સંચાર પીરસતી એવી સેન્ટ ઝેવિયર્સ આશ્રમ શાળા ખાતે વાર્ષિક રમતોસત્વનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વિજેતા થનાર બાળકોને ઇનામ વિતરણ થકી પ્રોત્સાહિત કરાયા હતા.

ડેડીયાપાડા માં આવેલ નાની સિંગલોટી ગામે સેન્ટ ઝેવિયર્સ આશ્રમ શાળા ખાતે શિયાળુ સત્ર દરમ્યાન વાર્ષિક રામતોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સાગબારા ના DGVCL જુ.એ.ડેવિડ વસાવાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા હતા. ધો.1 થી 8 સુધીના આ આશ્રમ શાળામાં આજુબાજુના વિસ્તારના નાના નાના બાળકો રહીને અભ્યાસ કરે છે. અને વર્ષોથી આ શાળા દ્વારા ગરીબ આદિવાસી બાળકોના જીવનમાં શિક્ષણ નું સંચાર કરતી આવી છે. ત્યારે ભણતરની સાથે સાથે અન્ય પ્રવૃતિઓમાં પણ બાળક અન્ય બાળકોની સામે પાછળ ન રહી જાય તે હેતુસર વાર્ષિક રામતોત્સવનું આયોજન પ્રતિવર્ષ કરે છે. ત્યારે ચાલુ વર્ષે પણ આ રમતગમત નું આયોજન કરાયું હતું.

 આ વાર્ષિક રામતોસત્વ દરમ્યાન આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને પણ આમંત્રિત કરાયા હતા. આ વાર્ષિક રામતોસત્વમાં કબડ્ડી,ખોખો,દોડ,સહિતની મેદાની રમતોનું  અયોજન શાળાના સંચાલકો અને શિક્ષકો દ્વારા કરાયું હતું. છેલ્લે વિજેતા જાહેર થયેલ બાળકોને, મેડલ, ટ્રોફી સાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા સાગબારા DGVCL ના ડેવિડ વસાવાએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે પોતાના ભવિષ્યમાં શારીરિક, માનસિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ બાળકોનું ઘડતર થાય તે હેતુસર આવા રામતોસત્વ જેવા ઇતર કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ભાગ લેવો જોઈએ જેથી આજના હરીફાઇ યુગમાં બાળક પાછળ ન રહી જાય અને જીવનમાં આગળ વધે. કાર્યક્રમને અંતે બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા

error: