ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે મોડીરાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 97 વર્ષીય ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. વિનીત સૂરીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. અગાઉ 04 જુલાઈ 2024ના રોજ પણ અડવાણીને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એના થોડા દિવસો પહેલાં તેમને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ માં લઈ જવામાં આવ્યા હતા. AIIMSમાં એક રાત રોકાયા બાદ તેમને રજા આપવામાં આવી હતી.