Satya Tv News

ચાલ મારા ઘરે આમલી આપું કહી ૩ વર્ષની માસૂમ બાળકી પર ૧૪ વર્ષના બાળકે બદકામ કર્યું;

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં એક માસૂમ બાળકી ને લાલચ આપી લબરમુછીયા બાળકે બદકામ કરતા ગુનો દાખલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદ આપનાર ની ત્રણ વર્ષ સાત મહિના ની દીકરી તા.૧૧/૧૨/૨૦૨૪ ના રોજ સાંજના આશરે સાડા ચારેક વાગ્યાના અરસામાં તેના ઘરના આંગણામાં રમતી હતી તે વખતે દીકરી ના કુટુંબી સગપણ ધરાવતો ૧૪ વર્ષીય બાળક ત્યાં ઘરના આંગણા માં આવી ભોગવનાર દીકરી ને મારા ઘરે ચાલ, આમલી આપુ તેમ કહી પોતાના ઘરે લઇ જઇ ભોગ બનનાર સંમતિ આપવા અસમર્થ હોવા છતાં તેની સાથે બદકામ કરી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે પોક્સો ના ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ પો.ઇન્સ. પી.જે.પંડ્યા, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ કરી રહ્યા છે. તાજેતર માં દેડિયાપાડા તાલુકામાં એક પોક્સો દાખલ થઈ હતી અને ફરી ત્રણ વર્ષની બાળકી ની આ દુખદ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હોય આજકાલ ના લબરમુછીયા મોબાઈલ જોઈ ને બગડી રહ્યા હોવાનું જણાઈ છે માટે વાલીઓ એ પણ આ બાબતે જાગૃત થવું પડશે.

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા

error: