Satya Tv News

સમગ્ર ગુજરાતમાં ડેડીયાપાડા મનરેગા ની રોજીરોટી આપવામાં પ્રથમ નંબરે

ડેડીયાપાડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં તળાવના કામો, માટી કામ, પથ્થરપાડા, ચેકડેમ ડીસલ્ટીંગ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રોજગારી આપવાના કામો ચાલે છે. જેમાં લોકોને રોજગારી આપવા બાબતે કુલ-૧૭૨૬૦ લોકોને આ અઠવાડીયામાં રોજગારી આપીને ડેડીયાપાડા તાલુકો ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેના કારણે ડેડીયાપાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોનીની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.

સમગ્ર ગુજરાતમાં જ્યારે કામગીરી અને રોજી રોટી લોકો ને ઓછી મળી રહી છે ત્યારે સમગ્ર વિસ્તાર માટે તેમણે એક્શન પ્લાન તૈયાર કરીને ખૂબ જ મોટા પ્રમાણમાં જોડાય અને મનરેગા મા રોજગારી મેળવે તેવા પ્રયત્નો કરી ગામે ગામ સરપંચો તલાટીઓ અને લોકોને પણ મીટીંગો કરાવીને વધુમાં વધુ કામ મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના કારણે આજે સમગ્ર ગુજરાતમાં ડેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ રોજગારી પ્રાપ્ત થઈ છે અને ગુજરાતમાં રેકોર્ડ કર્યો છે, ત્યારે ડેડીયાપાડા તાલુકા પંચાયત માંથી શીખ લઈને તમામ તાલુકાઓમાં લોકોને વધુને વધુને સરકારી યોજનાનો અને રોજગારીના લાભ મળે તેવા પ્રયત્નો થાય તો સ્થાનિક કક્ષાએ જ રોજગારી મળતા લોકો તેમના બાળકોને પણ ઘર આંગણે ભણાવી શકે અને સમાજ સશક્ત બની શકે તેવા ઉંમદા પ્રયત્ન ડેડીયાપાડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ કર્યા જેમની પ્રશંસા થઈ રહી છે અને લોકોની દુઆ પણ પ્રાપ્ત થઈ રહી છે.

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા

error: