જો તમે મેગી ખાવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે. મેગી મેન્યુફેક્ચરિંગ કંપની નેસ્લે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય 1 જાન્યુઆરીથી લાગુ થઈ શકે છે. આથી મેગી ખાનાર દરેક વ્યક્તિ પર તેની અસર થશે.વાસ્તવમાં મેગીની કિંમત વધી શકે છે. કંપની આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે. માનવામાં આવે છે કે વધેલી કિંમત 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી શકે છે. જો આવું થાય છે તો કંપનીનો આ નિર્ણય મેગી પ્રેમીઓ માટે નિરાશાજનક હોઈ શકે છે. કંપની કેટલો વધારો કરવાનો નિર્ણય લેશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
આ નિર્ણય ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચેના ડબલ ટેક્સેશન એગ્રીમેન્ટની MFN જોગવાઈને સસ્પેન્ડ કરે છે. આ દરજ્જા હેઠળ દેશો એકબીજાને વેપારમાં વિશેષ છૂટ આપે છે. આ દરજ્જો રદ થતાં હવે ભારતીય કંપનીઓએ સ્વિટ્ઝર્લેન્ડમાં વધુ ટેક્સ ચૂકવવો પડશે. MFN સ્ટેટસ રદ થવાને કારણે સ્વિસ કંપનીઓએ પણ ભારતમાં વધુ ટેક્સ ચૂકવવો પડશે. મેગીની પેરેન્ટ કંપની નેસ્લે સ્વિટ્ઝર્લેન્ડની છે. જ્યારે નેસ્લે વધુ ટેક્સ ચૂકવે છે, ત્યારે તેની અસર મેગી પર પણ પડશે. પરિણામે કંપનીએ મેગીની કિંમતમાં વધારો કરવો પડી શકે છે.મામલો માત્ર મેગી પર ખતમ નહીં થાય. ભારતમાં વેચાતી નેસ્લેની અન્ય પ્રોડક્ટ્સ પણ મોંઘી થઈ શકે છે. આમાં નેસ્લેની ડેરી પ્રોડક્ટ્સ, કિટ કેટ ચોકલેટ, આઈસ્ક્રીમ, બેબી ફૂડ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનોની કિંમત પણ વધી શકે છે.