અલ્લુ અર્જુન ફિલ્મમાં એક બ્રાન્ડની જેમ જોવા મળે છે અને તેની ફિલ્મ પુષ્પા 2 એક બ્રાન્ડની જેમ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવી રહી છે. ફિલ્મની રિલીઝનું ત્રીજું અઠવાડિયું જ શરૂ થયું છે, પરંતુ પુષ્પા રાજે બોક્સ ઓફિસના અસંખ્ય રેકોર્ડ તોડી દીધા છે અને ઘણા નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. આ ફિલ્મ માત્ર વીકએન્ડ પર જ નહીં પરંતુ વિક ડે પર પણ સારી કમાણી કરી રહી છે અને વિક ડેમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે.ફિલ્મે બુધવારે પણ શાનદાર કમાણી કરી છે, જેના કારણે ફિલ્મ હવે 1000 કરોડના ક્લબમાં પ્રવેશવા માટે તૈયાર છે. અહેવાલ અનુસાર, ફિલ્મે 14મા દિવસે 20.8 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જે પછી ફિલ્મનું કુલ કલેક્શન 973.2 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ કલેક્શનમાં RRR, KGF, જવાન, કલ્કી સહિતની તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે, પરંતુ હજુ સુધી આ ફિલ્મ બાહુબલી 2નો રેકોર્ડ તોડી શકી નથી. બાહુબલી 2 એ ભારતમાં 1030.42 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેને પુષ્પા 2 અત્યાર સુધી સ્પર્શી શકી નથી.