Satya Tv News

ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી માતા બની છે. તેમણે પતિ શહનવાઝે એક દીકરાનું સ્વાગત કર્યું છે. દેવલીનાએ ખુદ આ ગુડન્યુઝ ચાહકોની સાથે શેર કર્યા છે. અભિનેત્રીએ એક નાની ક્લિપ શેર કરી દીકરાનું સ્વાગત કર્યું છે. ચાહકોને જણાવ્યું કે, તેઓ કેટલા ખુશ છે. વીડિયો શેર કર્યો છે. લખ્યું અમારી ખુશી કેપ્શન લખ્યું છે હેલો વર્લ્ડ.

દેવોલિના ભટ્ટાચાર્જીએ જિમ ટ્રેનર શહનવાઝ શેખ સાથે 14 ડિસેમ્બર 2022ના રોજ લગ્ન કર્યા હતા. બંન્ને લગ્ન બાદ ખુબ ચર્ચામાં પણ રહ્યા હતા. 15 ઓગસ્ટના રોજ પતિ સાથે ફોટો શેર કરી પ્રેગ્નસીની જાહેરાત કરી હતી.2011માં ટીવી સીરિયલ સવારે સબકે સપને પ્રીતો થી દેવોલિનાએ પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ ટીવી પર ગોપી વહુ તરીકે ખુબ જ નામ કમાયું હતુ. આ સાથએ બિગ બોસમાં પણ અભિનેત્રી ધમાલ મચાવી ચૂકી છે.દેવોલિના ભટ્ટાચાર્જીએ જિમ ટ્રેનર શહનવાઝ શેખની લવ સ્ટોરીની વાત કરીએ તો, બંન્ને અંદાજે 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી. ત્યારબાદ લગ્ન કર્યા હતા. લગ્નના 2 વર્ષ બાદ કપલ માતા-પિતા બન્યા છે.

error: