સ્માર્ટ ફોન ના ખોટા ઉપયોગ થી બાળકો બગડતા હોય અને અજુગતું પગલું ભરવાના કિસ્સા ના બને તે માટે વાલીઓ એ ખાસ ધ્યાન આપવું જરૂરી
આમ તો શાળા કોલેજો માં શિક્ષકો કે બાળકો એ મોબાઇલ નહી વાપરવા નો નિયમ હોવા છતાં જિલ્લાની કેટલીક શાળા માં નિયમનું પાલન થતું નથી
સમગ્ર ગુજરાત રાજ્ય માં શિક્ષણ વિભાગ દ્વારા શાળા, કોલેજો માં મોબાઇલ નહી વાપરવા બાબતે નિયમ લાગુ છે. છતાં નર્મદા જિલ્લામાં આ નિયમો નું પાલન કેટલીક સંસ્થા દ્વારા થતું નથી તેવી બુમ ઊઠી છે.
રાજપીપળા સહિત નર્મદા જિલ્લાની કેટલીક શાળા અને કોલેજો માં ખુદ શિક્ષકો જ મોબાઇલ નો ઉપયોગ કરતા હોવાની બુમ સંભળાઈ હોય તો આ શિક્ષકો બાળકો પાસે નિયમનું પાલન કઈ રીતે કરાવશે..? જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા નિયમ લાગુ થયો હોય ત્યારે ખુદ શાળા કે કોલેજો ના શિક્ષકો એ પહેલાં અમલ કરવો જરૂરી બને છે પરંતુ સંભાળતી વાત મુજબ ઘણી શાળા કે કોલેજ માં આ નિયમનું પાલન થતું નથી જેના કારણે આવી શાળા ના બાળકો પણ બિન્દાસ બની ને શાળા માં મોબાઇલ નો ઉપયોગ કરતા ડરતા નથી, જોકે કેટલીક શાળા માં આ માટે કડક નિયમ લાગુ છે પરંતુ દરેક શૈક્ષણિક સંસ્થાઓ તેનો અમલ કરે તે એટલુજ જરૂરી છે.નહી તો આજના આ સ્માર્ટ ફોન ના યુગ મા નાના નાના બાળકો પણ સ્માર્ટ ફોન ના ખોટા ઉપયોગ થી બગડતા હોય અને અજુગતું પગલું ભરવાના કિસ્સા બને છે માટે આવી ઘટનાઓ ના બને તે માટે વાલીઓ એ ખાસ જાગૃત થઈ આ બાબત નું ધ્યાન આપવું જરૂરી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા