નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં પત્ની સાથે આડા સંબંધ હોવાનો વ્હેમ રાખી માર મારી ધમકી આપતા ફરિયાદ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદીપભાઇ જગદીશભાઇ વસાવા રહે.નાનીબેડવાણ નિશાળ ફળીયું તા.દેડીયાપાડા જી. નર્મદા નાઓ એ દેડિયાપાડા પોલીસ મથકે આપેલી ફરિયાદ માં જણાવ્યા મુજબ તેઓ તા.૧૫/૧૨/૨૦૨૪ ની રાત્રે હોટલ બંધ કરી ઘરે જતા હતો તે વખતે હોટલની સામે રોડ ઉપર (૧) સતિષભાઇ સુકાભાઈ વસાવા (૨) મંગલભાઇ સુકાભાઇ વસાવા બન્ને રહે.નાનીબેડવાણ મંદિર ફળિયુ તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૩) મીહીરભાઇ તેના પિતાના નામની ખબર નથી રહે.વાડી તા.ઉમરપાડા જી.નર્મદા તથા (૪) અન્ય એક ઈસમ જેના
મોટર સાયકલ લઈ આવી સતિષભાઇ એ કહ્યું કે મારી પત્ની સાથે કેમ આડા સંબંધ રાખે છે તેવો વહેમ રાખી પ્રદીપભાઈ ને ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ ચારેય એ ઢીકા પાટુનો માર મારી સતિષભાઈ નાએ જમીન ઉપરથી પડેલ પથ્થર હાથમા લઈ માથાના ભાગે મારી ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ એ એકબીજાની મદદગારી કરતા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા