રાજસ્થાન સાથેના સરહદીય વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ, મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રૃ- કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ છવાશે. બોટાદ, ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
(3 દિવસ તાપમાન)
અમદાવાદમાં 13.4 ડિગ્રી, જ્યારે ગાંધીનગર 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 9.5 ડિગ્રી, ડીસામાં 12.9 ડિગ્રી, ભુજપમાં 10.2 ડિગ્રી, અમરેલીમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ પવનની દિશા બદલાતા તાપમાનમાં ફેરફાર રહેશે. જ્યારે અન્ય શહેરમાં 11 ડિગ્રી થી 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. 3 દિવસ તાપમાન યથાવત રહી શકે છે. જો કે 1 થી 2 ડિગ્રી તાપમાન વધઘટ રહેતા ક્યાંક ઠંડીમાં આંશિક રાહત પણ મળી શકે છે. તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.