એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઇ-સુરત-બેંગકોક-સુરત-ચેન્નાઇની ફ્લાઇટને પહેલા જ દિવસે 98% પેસેન્જર મળ્યા છે. પહેલે દિવસે ફ્લાઇટમાં સુરતી પેસેન્જરોને ખૂબ જ મજા આવી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું એટલે કે ફ્લાઇટમાં પેસેન્જરોએ વિસ્કી અને બીયરનો સ્ટોક જ પાતાવી દીધો હતો.પેસેન્જરો જણાવ્યું હતું કે સુરત-બેંગકોકની સીધી ફ્લાઇટ શરૂ થવાથી મુંબઇ સુધી હવે દોડવું નહીં પડશે. જેને કારણે અમારા પાંચેક કલાક બચી ગયા છે. એટલું જ નહીં, અમારી મુસાફરી આરામદાય બની ગઈ છે. અમે બીજી વખત પણ આ જ ફ્લાઇટથી જઈશું. બીજી તરફ અન્ય એક પેસેન્જરે જણાવ્યું હતું કે અમે ઘરેથી થેપલા, ખમણ, પીઝા સહિતનો નાસ્તો લઈ આવ્યા હતા. પરંતુ એ નાસ્તો તો અમારો બચી ગયો છે. પરંતુ ફ્લાઇટની સિવાસ રીગલ , બકાર્ડી અને બીયરનો સ્ટોક પતી ગયો હતો તથા ફ્લાઇટમાં સેલિંગ થતો નાસ્તો પણ પતી ગયો હતો. એરલાઇનના સૂત્રો કહે છે કે અમારી પાસે આલ્કોહોલનો સ્ટોક તો પૂરતો હતો. પરંતુ પેસેન્જરોની ડિમાન્ડ વધી જતા અમારે સ્ટોક બંધ કરી દેવો પડ્યો હતો. જોકે, પહેલા દિવસે બેંગકોકથી આવતી જતી ફ્લાઇટમાં 300 પેસેન્જરોએ આલ્કોહોલ ખરીદ્યો છે. જેથી અમને 1.80 લાખ કરતા વધારે રૂપિયાની આવક થઈ છે. અંદાજીત 15 લીટરથી વધારેનો આલ્કોહલ વહેંચાયો છે. પહેલા દિવસે સુરત એરપોર્ટ ઇન્ચાર્જ ડિરેક્ટર, એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ સહિતનાઓએ મળી પેસેન્જરોનું સ્વાગત કર્યું હતું.