આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો કેળવવા કિશોરીઓને સમજણ પુરી પાડી માર્ગદર્શિત કરાયા



ICDS સાગબારાના આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા રિક્રીએશનલ હબ કેલેન્ડરની થીમ મુજબ કિશોરીઓમાં મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પોષણ, આરોગ્ય, પૂર્ણા યોજના, પૂર્ણાશક્તિ, વિવિધ સરકારી યોજનાઓ અને સ્લોગન અંગે મહેંદી તૈયાર કરાઈ હતી.
સાથોસાથ કિશોરી મીટીંગનું આયોજન કરી કિશોરીઓને કૌશલ્યવર્ધન તાલીમ, પોષણલક્ષી માહિતી, કાયદાકીય માહિતી, શિક્ષણનું મહત્વ, પોષણ તથા THR અંગે જાણકારી આપવામાં આવી હતી. જ્યાં જીવનકૌશલ્યના વિકાસ માટે વકૃત્વ સ્પર્ધા, લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી હતી. જેના દ્વારા કિશોરીઓમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણનો પાયો મજબુત થાય છે. પરિણામ સ્વરૂપે કિશોરીઓમાં એનીમિયા, શિક્ષણ, આરોગ્ય, THR, કાયદાકીય અધિકાર વગેરે જેવી બાબતે જાગૃતતા આવે છે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી,ડેડીયાપાડા