

સાગબારા- ડેડીયાપાડા નેશનલ હાઇવે ઉપર માચ ચોકડીના વળાંકમાં દૂધ ટેન્કર અને કુરિયર લઈ જતા કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં દૂધ ટેન્કર ચલાકના બંને પગ ફેક્ચર થયા હોવાનું જાણવા મળ્યું છે. અને કન્ટેનર ચાલાક ઘટના સ્થળે થી ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો.જેના કારણે હાઇવે પર બંને બાજુ ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ ને થતા ત્યાં આવી પહોંચતા ટ્રાફિક ખુલ્લો કરાયો હતો. અને ઘાયલ દૂધ ટેન્કરના ચાલકને સારવાર અર્થે 108 દ્વારા સાગબારા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યારે કહેવાય છે કે આ માચ ચોકડી નો વળાંક ખુબજ ભયજનક છે અને અહીં છાશવારે અકસ્માતો સર્જાય છે. અને ભવિષ્યમાં ગમે ત્યારે જો અહીં બસ કે પછી ખાનગી વાહનો કે જે ગેરકાયદેસર મુસાફરો ભરીને દોડી રહ્યા છે જો તેનો અકસ્માત સર્જાય તો મોટી જાનહાની થાય તેમ છે, કારણ કે આ નેશનલ હાઇવે નંબર 753 બી પર ટ્રાફિક નું ભારણ ખુબજ રહેતું હોય છે.અને આ ભયજનક વળાંક હોવા છતાં અહીથી પસાર થતા વાહનોની ગતિ પણ અહીં વધુ રહે છે.
ચૂંટણી વખતે આ માચ ચોકડી પાસે પોલીસ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવે છે અને રસ્તા ઉપર બેરીકેટ મુકવામાં આવે છે જેના કારણે વાહનોની ગતિ ધીમી પડતી હોય છે. જેથી અહીં સાગબારા અને ડેડીયાપાડા તરફના રસ્તે બેરીકેટ મુકવામાં આવે તો ભવિષ્યમાં અકસ્માત થતો રોકી શકાય તેમ છે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા