નાયાબ નદીમ, જે પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગની ઊભરતી કલાકાર હતી, તેણે પોતાનો જીવ ગુમાવ્યો કારણ કે તેની આસપાસના લોકોને લાગ્યું કે તે તેમના સન્માન માટે જોખમી છે. લાહોર પોલીસને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ મોહમ્મદ નાસીર તરીકે આપી અને કહ્યું કે તે તેની બહેન નાયાબ નદીમને મળવા ઘરે પહોંચ્યો હતો. તેણે લાંબા સમય સુધી દરવાજો ન ખોલ્યો, સંજોગો શંકાસ્પદ જણાતાં તે બીજા રસ્તેથી અંદર ગયો અને તેની બહેનની લાશ જમીન પર પડેલી મળી. તેના શરીર પર કપડાં નહોતાં.ઘટનાની માહિતી મળતાંની સાથે જ લાહોર પોલીસ DHAના ફેઝ-5માં પહોંચી ગઈ હતી. દૃશ્ય ખરેખર ડરામણું હતું. ઘર સંપૂર્ણ અસ્તવ્યસ્ત હતું અને લાશ નગ્ન હાલતમાં મળી આવી હતી. યુવતીના શરીર પર કોઈ કપડાં નહોતાં. પ્રારંભિક પૂછપરછ દરમિયાન પોલીસને જાણ કરનાર નાસિરે જણાવ્યું હતું કે, 29 વર્ષીય મૃતક નાયાબ નદીમ તેની સાવકી બહેન હતી. તે ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીના મકાનમાં એકલી રહેતી હતી અને મોડેલિંગ અને એક્ટિંગ કરતી હતી.
મોબાઈલ રેકોર્ડની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે નાયાબે મૃત્યુ પહેલાં કોઈની સાથે વાત કરી ન હતી, જ્યારે બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવે તે પહેલાં તેના ભાઈનું લોકેશન કેટલાક કલાકો સુધી નાયબના ઘરની આસપાસ હતું.પોલીસે શંકાના આધારે નાયાબના સાવકા ભાઈ નાસીરને રિમાન્ડ પર લીધો હતો. તે કેટલાય કલાકો સુધી પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો, પરંતુ કડક સરભરા થતાં આખરે નાસીર ભાંગી પડ્યો.તેણે પોલીસને તેના ગુનાની કબૂલાતમાં જણાવ્યું હતું કે, તેને નાયાબ નદીમ મોડેલિંગ અને એક્ટિંગ કરતી હતી તેની સામે વાંધો હતો. તેણે તેને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે તેનો વ્યવસાય છોડવા તૈયાર નહોતી. નાસિરે જણાવ્યું કે નાયાબના ઘણા અલગ-અલગ લોકો સાથે સંબંધો હતા, જેના કારણે તેનો પરિવાર કલંકિત થઈ રહ્યો હતો. સમાજમાં બદનામ થવાના ડરથી નાસીરે નાયાબની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
દુબઈથી પરત ફર્યા બાદ નાસિરે તેની સાવકી બહેન નાયાબનો સંપર્ક કર્યો અને તેને કોઈ બહાને તેના ઘરે આવવા કહ્યું. બપોરે નાસીર ઘરે પહોંચ્યો ત્યારે તેણે ફરીથી નાયાબના અનૈતિક સંબંધોનો મુદ્દો ઉઠાવીને દલીલ શરૂ કરી હતી. જોકે, તે હત્યાનું કાવતરું ઘડીને જ તેના ઘરે પહોંચ્યો હતો. તેણે નાયાબના ફૂડમાં ડ્રગ્સ ભેળવી દીધું, જેનું સેવન કર્યા બાદ તે બેભાન થઈ ગઈ. નાસીરે તેના જ દુપટ્ટા વડે તેનું ગળું દબાવી હત્યા કરી