Satya Tv News

વાગરા નગરમાં પંચાયત ઘર,કોર્ટ,પોલીસ મથક અને શાળાઓમાં કંપનીએ ૬૦ લાખ થી વધુના કામો કર્યા

વાગરા ના સાયખાં કેમિકલ ઝોન માં આવેલ નેરોલેક કંપનીએ ભરૂચ ના કરમાડ અને વાગરા ની વાંટા શાળા માં શેડ નું કાર્ય કરતા વિદ્યર્થીઓમાં આનંદ ની લાગણી છવાઈ જવા પામી હતી.કંપની દ્વારા થતી CSR પ્રવૃત્તિ ને આગેવાનો સહિત ના લોકોએ આવકારી હતી.

          અરગામા કેમિકલ ઝોનમાં આવેલ કંસાઈ નેરોલેક કંપની પોતાની આસપાસ ના ગામડાઓ સહિત દૂર દૂર સુધી CSR પ્રવૃત્તિ સારી રીતે કરી રહી છે. એજ્યુકેશન ક્ષેત્રે પણ કંપનીએ જુકાવ્યુ છે.શાળાઓને પડતી અગવડ ને સગવડ માં પરિવર્તિત કરવાનું બીડું કંપની સંચાલકોએ ઉપાડતા શિક્ષણવિદો માં એક અનેરી ખુશી પ્રસરી જવા પામી હતી.વાગરા ગામની હાઈસ્કૂલ,કન્યા, કુમાર તેમજ વાંટા શાળા ની જરૂરિયાત મુજબ ની કામગીરી કરી વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ નેરોલેક કંપનીએ જાળવી રાખ્યો છે.છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ શાળાઓ સહિત કોર્ટ,વાગરા પોલીસ મથક અને પંચાયત ઘર માં CSR ફંડ હેઠળ ૬૦ લાખ થી વધુ ના કાર્ય કરી પ્રજા ની સુખાકારી માં વધારો કરી પોતાની જવાબદારી નિભાવી છે.કંપનીએ વાગરા વાંટા શાળા અને ભરૂચ ની કરમાડ કન્યા શાળા માં લાખો ના ખર્ચે શેડ નું કામ કર્યું હતુ.વાંટા શાળામાં કંપનીના પ્રોડક્શન વિભાગના હેડ શંકરસિંગ

જ્યારે કરમાડ શાળા માં તેજસભાઈ પંચોલી ના હસ્તે રિબન કાપી ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ.કંપની સત્તાધીશો નો બંનેવ શાળા ના આચાર્ય અને શિક્ષકો તેમજ અગ્રણીઓએ આભાર માન્યો હતો.આ પ્રસંગે શિક્ષણમાં સતત રુચિ રાખતા વાગરા ભાજપના અગ્રણી હરેશભાઇ પટેલ,માજી તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ઇમરાનભાઈ ભટ્ટી,એચ આર મેનેજર પ્રણવ પારેખ,એચ આર એડમીન પરેશભાઈ પટેલ તેમજ વિભાગના હેડ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: