Satya Tv News

રાજ્યની RTO સિસ્ટમમાં મોટો સુધારો થવા જઈ રહ્યો છે. લર્નિંગ લાયસન્સના નિયમોમાં મોટા બદલાવ કરાતા હવેથી લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ બની જશે. લર્નિંગ લાઇસન્સ સરળતાથી મળી રહે તે માટે આરટીઓ મોટું કામ કરી રહી છે. હવેથી લર્નિંગ લાઈસન્સ ટેસ્ટ માટે આરટીઓ ઓફિસમાં રુબરુ જવાની જરૂર નથી, કોઈ પણ ઘરે બેઠા ટેસ્ટ અપી શકશે. ઘર કે ઓફિસના કમ્પ્યૂટર કે લેપટોપમાં વેબ કેમેરા-ઈન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે. તો આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ રહેશે. હાલ આ માટે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સોફ્ટવેરનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ પર કામ કરવામા આવી રહ્યું છે, જેના માટે ટેસ્ટીંગ થઈ રહ્યાં છે. હાલ લર્નિંગ લાઈસન્સ માટે પોલિટેકનિક અને આઈટીઆઈટીઆઈમાં લાઈસન્સ બનાવવાની સુવિધા આપવામાં આવી હતી. ત્યારે હવે આ નવી સિસ્ટમ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં હજુ આ સિસ્ટમ અમલી કરાઈ નથી, પરંતુ તેની પ્રોસેસ ચાલી રહી છે. હાલ મહારાષ્ટ્રમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. આરટીઓના અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આ માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત નવા મોટર વ્હીકલ એક્ટમાં પણ લર્નિંગ લાઈસન્સને ફેસલેસ એટલે કે કચેરીએ આવ્યા વિના ટેસ્ટ આપી શકાય તેવી વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે.

error: