આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે અને તે 184 રૂપિયા અથવા 0.24 ટકા વધીને 77077 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. આજના કારોબારમાં સોનું 77000 રૂપિયાની નીચી સપાટીએ જોવા મળ્યું છે અને 77188 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ જોવા મળ્યું છે.કોમોડિટી માર્કેટમાં, MCX પર ચાંદીના ભાવમાં આજે મજબૂત વધારો જોવા મળી રહ્યો છે અને રૂ. 935 અથવા 1.07 ટકાના જંગી વધારા સાથે રૂ. 88513 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે. આજના કારોબારમાં ચાંદી 88234 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચી સપાટી અને 88649 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.