રાજસ્થાનના સિરોહી જિલ્લાના દિગ્ગીનાડી ગામમાં બુધવારે રેખાએ તેની માતાને સામાન ખરીદવાના બહાને બજારમાં મોકલી હતી. આ દરમિયાન તેણે તેના બંને પુત્રોને ઝેર આપીને પોતે પણ ઝેર પી લીધું હતું. જ્યારે તેની માતા પરત આવી ત્યારે તેણે ત્રણેયને બેભાન અવસ્થામાં જોયા. આ જોઈ તેની માતાના હોશ ઉડી ગયા. બૂમો સાંભળીને પડોશીઓ ભેગા થઈ ગયા અને બધા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જિલ્લા હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. રેખાની ગંભીર હાલતને જોતા તેને ભગવાન મહાવીર હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.રેખાની માતાએ જણાવ્યું કે રેખા ઘણીવાર તેના જોડિયા પુત્રોની સંભાળને લઈને ચિંતિત રહેતી હતી. બંને બાળકોની સંભાળ રાખવી તેના માટે મુશ્કેલ બની રહી હતી. જ્યારે એક બાળકસૂઈ જતું તો બીજું બાળક રડતું હતું, જેના કારણે તે માનસિક રીતે થાકી ગઈ હતી. આ તણાવના કારણે તેણે આ કડક પગલું ભર્યું હતું. તેના મૃત્યુ પહેલા રેખાએ પણ પોલીસને આવા જ નિવેદન આપ્યા હતા.
પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને પરિવારને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્રણેયના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવશે.