Satya Tv News

નર્મદા: જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નર્મદા દ્વારા વર્ષના અંતિમ દિવસે જિલ્લાની અલગ અલગ 9 શાળામાં ફરજ બજાવતા વર્ગ-4 ના 9 સેવકોને વર્ગ-3 જુનિયર ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે, જેના કારણે જિલ્લાની ગ્રાન્ટ ઇન શાળામાં વહીવટી કાર્યમાં ઉપયોગી થઈ શકે છે.
વર્ષના અંતિમ દિવસે નર્મદા જિલ્લાની અલગ અલગ શાળામાં સેવક તરીકે ફરજ બજાવતા વર્ગ-4 ના 9 કર્મચારીઓને વર્ગ-૩ જુનિયર ક્લાર્ક તરીકે ભરતી આપવામાં આવી છે. આ બઢતી અંગે મંગળવારના રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં ભરતી પામેલ તમામ કર્મચારીઓને નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડો.કિરણબેન પટેલ તથા કચેરીના વહીવટી સ્ટાફ દ્વારા બઢતી ના ઓર્ડર આપવામાં આવેલ હતા.

આ પ્રસંગે ઓર્ડરો આપવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી ડો.કિરણબેન પટેલ તેમજ સમગ્ર કચેરીનો તેમજ સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવા નો વહીવટી સંઘ નર્મદા તરફથી ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા

error: