નેત્રંગ: વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શાળાનો ખૂબ મહત્વનો રોલ છે. શાળાના માધ્યમથી જ વિદ્યાર્થી પોતાના જીવન ઘડતરનો પાયો નાખે છે. તેમાં શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્વ ની રહેલી છે.
વિદ્યાર્થીની જીવન રચનામાં ફક્ત શિક્ષક જ નહીં પરંતુ તેના વાલીનો પણ એટલો જ ફાળો હોય છે અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંવાદસેતુ જળવાય રહે તે ખૂબ જ મહત્વ નું છે. શિક્ષક અને વાલી બંને મળી ને બાળક નું ભવિષ્ય ઘડવા નું કામ કરે છે. અને તેથી જ આજે પ્રાથમિક શાળા મૌઝા દ્વારા દ્વિતીય સત્રની પ્રથમ વાલી અને શિક્ષકોની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું.
શાળામાં બદલીથી આવેલા નવા આચાર્યશ્રી જીતેન્દ્રભાઈ જગુભાઈ વસાવાનો વાલીઓને પરિચય આપવામાં આવ્યો હતો. આચાર્યશ્રી દ્વારા વાલીઓ સાથે બાળકોની હાજરી, શિક્ષણ અને તેમના સર્વાંગી વિકાસ વિશે થોડી ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ SRF ફાઉન્ડેશનના ઓફિસર શ્રી સુનિલભાઈ ગામીતે વાલીઓને બાળકો વિશે તથા ગામની શાળા વિશે થોડી માહિતી આપી હતી.
શિક્ષક દ્વારા બાળકોના અભ્યાસ જ નહિ પરંતુ તેના સંપૂર્ણ વિકાસનોનો ખ્યાલ, તેની સારી અને નબળી બંને બાજુ નો ખ્યાલ વાલીમીટીંગ દરમ્યાન વાલી ને આપવા માં આવી હતી. વિદ્યાર્થીઓએ પ્રથમ સત્રમાં મેળવેલ ગુણના દરેક વિષયના ગુણ પત્રકો વાલી અને બતાવવામાં આવ્યા હતા.
પ્રાથમિક શાળા મૌઝા માં થતી વાલી મીટીંગ દરમ્યાન દરેક વાલીનો ખૂબ જ સાથ અને સહકાર મળી રહે છે . તે બદલ શાળા પરિવારે વાલીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને અંતે “આમ જ આપણે સૌ સાથે મળી અને બાળકો ના એક ઉજ્જવળ ભવિષ્ય ની રચના કરીએ.”એવા ધ્યેય સાથે SRF ફાઉન્ડેશન દ્વારા વાલી અને નાસ્તો કરાવી છૂટા પડ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા