બે હેવી ક્રેન અને જેસીબીની મદદ થી કલાકોની જહેમત બાદ ટેન્કર ને બહાર કાઢવામાં આવ્યુ
કેમિકલ ભરેલ ટેન્કર ને અકસ્માત નડતા કલાકો સુધી માર્ગ અવરોધાયો
ઘટનાની ગંભીરતા ને પગલે બંનેવ કંપનીના સેફટી વિભાગ અને જવાબદાર કર્મીઓ ખડેપગે ઉભા રહ્યા
ટેન્કરમાં કોઈજ ભંગાણ નહિ સર્જાતા મોટી દુર્ઘટના બનતા અટકી
વાગરા ના સાયખાં કેમિકલ ઝોન માં કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી જતા દોડધામ મચી જવા પામી હતી.ઘટના ને પગલે પોલીસ અને માલતદાર સ્થળ ઉપર દોડી ગયા હતા.જોકે મહામુસીબતે કલાકોની જહેમત બાદ ટેન્કર ને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા કંપની સંચાલકો અને તંત્રએ રાહત નો દમ લીધો હતો.અકસ્માત ને પગલે એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી.
વાગરાના સાયખાં કેમિકલ ઝોનમાં રસ્તા નું નવીનીકરણ ની કામગીરી ચાલી રહી છે.દહેજ ની શિવા ફાર્મા કંપનીમાંથી કેમિકલ ભરેલ ટેન્કર ગતરોજ સાયખાં ની ધર્મજ કંપની માં જવા નીકળ્યુ હતુ.સાંજના સમયે સારણ અને સાયખાં ની વચ્ચે સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતા ડ્રાયવર એ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડની બાજુ ના કાંસમાં પલ્ટી મારી ગયુ હતુ.ટેન્કરમાં મોટી માત્રામાં એથોનાઇલ ક્લોરાઇડ નો જથ્થો ભરેલ હોવાની માહિતી સાંપડી હતી.ટેન્કર પલ્ટી જવાના કારણે માર્ગ અવરોધાતા વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ ગયા હતા.ઘટના ની ગંભીરતા સમજી શિવા ફાર્મા અને ધર્મજ કંપની ના સેફટી વિભાગ અને જવાબદાર કર્મચારીઓ મધરાત સુધી ટેન્કર ને સહી સલામત રીતે ખસેડવામાં ન આવ્યુ ત્યાં સુધી રોકાયા હતા.ટેન્કર ને બહાર કાઢવા બે મોટી ક્રેન અને એક જે.સી.બી. મશીન ની મદદ લેવામાં આવી હતી.ટેન્કર ને મહા મુસીબતે સાત કલાક ની જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યુ હતુ.ટેન્કર પલ્ટી મારતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી.અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો.ટેન્કર માં કોઈજ ભંગાણ નહિ સર્જાતા બેવ કંપની સત્તાધીશોએ રાહત નો દમ લીધો હતો.કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તકેદારીના ભાગરૂપે મેસેજ મળતાજ વાગરા પી.આઈ. એસ.ડી. ફુલતરિયા તેમની ટિમ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા.સ્થળ ઉપર પહોંચી વાગરા મામલતદાર એ ક્યાસ મેળવ્યો હતો.
ઝફર ગડીમલ,વાગરા.