Satya Tv News

અમદાવાદમાં એક અત્યંત શરમજનક અને કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક સગા માસાએ પોતાની 11 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીની 11 વર્ષની સગીર પુત્રી તેના માસી અને માસાના ઘરે રાત્રે રોકાઈ હતી. આ દરમિયાન આરોપી સગા માસા ફરીદ મોહમ્મદ મલેકે રાત્રિના સમયે સગીર બાળકી સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની ફરિયાદ 9 ડિસેમ્બર, 2024ના રોજ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

  • નામ: ફરીદ મોહમ્મદ (ઉંમર 51 વર્ષ)
  • પિતાનું નામ: ઉસ્માનગની મોહમંધ્યુસુફ મલેક
  • ધંધો: ફેબ્રિકેશન
  • રહેઠાણ: મકાન નં-૮, ઉજમાપાર્ક સોસાયટી, અદાણી સ્કૂલની બાજુમાં, મકરબા, અમદાવાદ શહેર
  • મૂળ વતન: ભાવસાર વાસ, ગામ કઠલાલ, જિલ્લો ખેડા

આરોપી અમદાવાદ શહેરમાં રહે છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે. સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: