જોકે ભૂતકાળમાં પણ આ પરિણીતાએ દવા પીધી હોવાથી તેની આડ અસર થતાં મોત થયાનો ફરિયાદ માં ઉલ્લેખ;
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોરજડી ,વડ ફળીયુ ખાતે રહેતા પરિણીતાએ કોઈક કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર અશ્વિનભાઇ વનગરભાઇ વસાવા રહે.મોરજડી,વડફળીયુ તા.દેડીયાપાડા નાઓએ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમનાં પત્ની અસ્મીત બેન વસાવા ઉ.વ-૨૧ નાઓએ તા-૧૭/૧૧/૨૦૨૪ ના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સરકારી દવાખાને દેડીયાપાડા ખાતે દાખલ કરેલ ત્યારબાદ તેમને તા. ૨૧/૧૧/૨૦૨૪ ના રોજ તેમની તબીયત સારી થતા દવાખાનેથી રજા આપી હતી અને ત્યારબાદ તેમને અગાઉ ઝેરી દવા પીધેલ હોય તેની આડ અસર થતા તેમને ફરી તા- ૦૧/૦૧૨/૨૦૨4 નારોજ સારવાર માટે સરકારી દવાખાના દેડીયાપાડા લઇ આવેલ અને તા- ૧૦/૧૨/૨૦૨૪ નારોજ એસ.એસ.જી હોસ્પીટલ વડોદરા ખાતે સારવાર માટે દાખલ કરેલ હતા. જેઓનું તા-૦૧/૦૧/૨૦૨૫ ના દિવસે મોત થતા દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા