Satya Tv News

પ્રથમ બનાવની વાત કરીએ તો અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો ગત મોડીરાત્રે બંસી ટ્રાવેલ્સની એક ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા. એ દરમિયાન આજે દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા હતા. ત્યારે દ્વારકાથી અંદાજે 15થી 30 કિલોમીટર દૂર કુરંગા ચોકડી નજીક આવેલા ઓવરબ્રીજની બાજુમાં આવેલી ગોલાઇ પાસે સાડાનવેક વાગ્યાના સમયે સી.એન.જી. પંપ પાસેથી પસાર થતા સમયે અકસ્માતની ઘટના બની હતી. કુરંગા ચોકડીના ભયજનક વળાંકમાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ખાનગી લકઝરી બસ રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી.આ અકસ્માતમાં બસમાં જઈ રહેલા મુસાફરો પૈકી આશરે 15થી 20 જેટલા મુસાફરને નાની-મોટી ઈજાઓ થઇ હતી, જેમને ઈમર્જન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બીજા બનાવની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પાસે આજે સવારે સુરતથી ઉદયપુર જતી લકઝરી બસમાં ટાયર ફાટ્યા બાદ આગ લાગી હતી. પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ લાગતાં 42 મુસાફરનો બચાવ થયો હતો, જ્યારે બધો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાને લઈને પ્રાંતિજ અને હાઇવે ટ્રાફિક-પોલીસે ઘટનાસ્થળે આવીને ટ્રાફિકનું સંચાલન કર્યું હતું.

error: