Satya Tv News

ભુજનાં કંઢેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી દીકરીનું મૃત્યું થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઈન્દિરા મીણા નામની દીકરીનું મૃત્યું થયું છે. NDRF ની ટીમે રોબોટીક ટેકનોલોજીની મદદથી મૃતદેહ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. મૃતદેહ બોરવેલમાં ફૂલી ગયો હોવાથી બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે.યુવતી બોરવેલમાં ફસાઈને 26 કલાક થયા છતાં દીકરીને બહાર કાઢી શકાઈ નથી. તંત્ર દ્વારા તેને બહાર કાઢવાની કવાયત શરૂ કરવામાં આવી છે. 18 વર્ષની યુવતી 500 ફૂટ ઉંડા બોરવેલમાંથી બહાર કાઢવાના રેસ્ક્યૂ ઓપરેશનમાં NDRF, BSF, ભુજથી આર્મી અને ફાયર સેફટી વિભાગની ટીમો જોડાઈ છે. ઘટનાને 26 કલાક થયા છતાં દીકરીને બહાર કાઢવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

કચ્છ જિલ્લાના ભુજના કંઢેરાઈ ગામમાં બોરવેલમાં યુવતી ખાબકી હતી. વિગતો મુજબ રાતના સમયે યુવતી અંદાજિત 500 ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી ખાબકી હોવાનું સામે આવ્યું હતું. આ તરફ ઘટનાની જાણ થયા બાદ ભુજ ફાયર વિભાગે યુવતીને બહાર કાઢવા માટે રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દીધી હતી. માહિતી અનુસાર, સૌપ્રથમ દીકરીના પિતરાઈ ભાઈને બોરવેલમાં પડી હોવાની જાણ થઈ હતી. બોરવેલમાંથી અવાજ આવતા દીકરીના ભાઈએ આગળ જાણ કરી હતી. દીકરીની સગાઈ છ મહિના પહેલા જ થઈ છે. આ યુવતીનું નામ ઇન્દિરા હોવાનું જાણવા મળ્યું છે.

error: