Satya Tv News

https://www.instagram.com/reel/DEhOy5rAuDF/?utm_source=ig_web_copy_link

ભરૂચ શહેરના સૈયદવાડના નાળા પાસે અગાઉના ઝઘડાની રિસ રાખી એક ઇસમે રિક્ષા ચાલક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો.

ભરૂચમાં રહેતા રીક્ષા ચાલક નાસીર ઇસ્માઇલ મસ્તીયા પોતાની રીક્ષા લઈ સૈયદવાડ નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતાં.તે સમયે રોશન પાર્કમાં રહેતો નાસિક લુહારાએ રીક્ષા ચાલકને અટકાવી તેની સાથે અગાઉના ઝઘડાની બાબતે ઝઘડો કર્યો હતો અને આવશેમાં આવી ગયેલા ઇસમે પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઇ ગયો હતો. ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મારા મારી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

error: