અંકલેશ્વર તાલુકા પોલીસે હાઇવે ઉપર આવેલ પ્લસ હોટલના પાર્કિંગમાંથી કતલના ઇરાદે 19 પશુ ભરેલ ટ્રક સાથે ચાલકને ઝડપી પાડી 6.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતો તે દરમિયાન ભરૂચ કન્ટ્રોલ રૂમમાંથી ટેલિફોનિક વર્ધિ મળી હતી કે ભરૂચ તરફથી ભેંસો ભરેલ એક ટ્રક અંકલેશ્વર બાજુ જનાર છે.અને હાલ ટ્રક
પ્લસ હોટલના પાર્કિંગમાં ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ટ્રક મળી આવતા પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી કતલના ઇરાદે ખીંચો ખીંચ બાંધેલ 19 જેટલી ભેંસો મળી આવી હતી.પોલીસે 19 પશુઓને મુક્ત કરાવ્યા હતા.અને 1.90 લાખના પશુ તેમજ ટ્રક મળી કુલ 6.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને સિધ્ધપુરના રસુલ તળાવ પાસે રહેતો યાસીન ખાન ઇબ્રાહિમખાન બલોચને ઝડપી પાડ્યો હતો.જ્યારે ખેડા જિલ્લાના સામરખા ગામેથી ભેંસો ભરી આપનાર અઝહર નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.